રાજકોટમાં સોનું ચમકાવવાના બહાને છેતરપિંડી
રાજકોટમાં સોનાના દાગીના સાફ કરવાના બહાને છેતરપિંડી કરતી ટોળકીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. આજી ડેમ વિસ્તારમાં બે શખ્સો, નકુલ પંડિત અને પવન પંડિત, મહિલાના ઘરે પહોંચી દાગીના ચમકાવવાનું કહીને કેમિકલ પ્રક્રિયા દ્વારા સોનું ઓગાળી લેતા હતા. મહિલાની ફરિયાદ બાદ પોલીસે બંને આરોપીઓને ઝડપી લીધા અને તેમની પાસેથી કેમિકલ્સ તથા સાધનો કબ્જે કર્યા.
