સુરતના ના ઉત્રાણ રેલવે સ્ટેશન બનશે સેટેલાઈટ સ્ટેશન
સુરતનું ઉત્રાણ રેલવે સ્ટેશન હવે સેટેલાઈટ સ્ટેશન તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે, જેનું રી-ડેવલપમેન્ટ કાર્ય અંતિમ તબક્કામાં છે. મેઇન લાઇન સિવાય ત્રણ નવા ટ્રેક તૈયાર કરાયા છે. આ સ્ટેશન કાર્યરત થતાં અમરોલી, મોટા વરાછા જેવા વિસ્તારોના પરપ્રાંતીય પરિવારોને ઉત્તર ભારત જવા માટે ઉધના કે સુરત સ્ટેશન સુધી જવું નહીં પડે, જેનાથી મુસાફરોનું ભારણ ઘટશે અને સમય-ભાડું બચશે.
