ખેડાના કપડવંજ પાસે નર્મદા નહેરમાં 17 વર્ષીય યુવકે ઝંપલાવ્યું
ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના ફતિયાવાદ ગામ પાસે નર્મદા નહેરમાં 17 વર્ષીય હિતેશકુમાર ચૌહાણે મોતની છલાંગ લગાવી હતી. ભરબપોરે બનેલી આ ઘટનાથી સ્થાનિકોમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે ફાયર બ્રિગેડ અને મરજીવાઓની મદદથી યુવકની શોધખોળ હાથ ધરી છે. યુવકે આ પગલું શા માટે ભર્યું તે અંગે કારણ અસ્પષ્ટ છે.
