હરીપર પાસે કાર પલટતા બે યુવકોના કરુણ મોત, બે ગંભીર ઘાયલ.
હરીપર પાસે કાર પલટતા બે યુવકોના કરુણ મોત, બે ગંભીર ઘાયલ.
Published on: 30th December, 2025

સુરેન્દ્રનગરના હરીપર પાટિયા પાસે કાર પલટતા બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા. પુરઝડપે કાર ચાલકે કાબૂ ગુમાવતા અકસ્માત થયો. 2 યુવકો ગંભીર રીતે ઘાયલ થતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃતકોના પરિવારોમાં શોક છવાયો.