જામનગરના નવાગામ ઘેડમાં સમાધાન બેઠક બની હિંસક
જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં ગરબી જોવા જતી વખતે થયેલી બોલાચાલીના સમાધાન માટે બોલાવેલી બેઠક લોહિયાળ અથડામણમાં પરિણમી. હનુમાન મંદિર પાસે બંને જૂથો વચ્ચે થયેલી ઉગ્ર તકરારમાં લોખંડના પાઇપ, પાવડાના હાથા અને લાકડાના ધોકાનો ઉપયોગ થયો. આ હુમલામાં બંને પક્ષના ત્રણ યુવાનોને ગંભીર ઈજાઓ પહોંચી, જેમાં એકને 14 ટાંકા આવ્યા. સિટી બી-ડિવિઝન પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ સામસામી ફરિયાદો નોંધી તપાસ હાથ ધરી છે.
