જામજોધપુરના શેઠવડાળા ગામમાં મકાનના ઓટલા પર જુગાર રમતા ત્રણ ઝડપાયા
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રોકડા રૂ.11,500 અને ગંજીપત્તા કબજે કર્યા છે. આ બનાવની વિગતો મુજબ, શાંતિલાલભાઈ પોપટભાઈ રાજગોરના રહેણાક મકાનની બહારના ઓટા પર આ જુગાર રમાતો હતો. પોલીસે ત્રણેય શખ્સો સામે જુગારધારાની કલમ 12 હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
