વડોદરામાં આગના ત્રણ બનાવ!
વડોદરામાં આગના ત્રણ બનાવ!
Published on: 25th June, 2026

વડોદરા શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં આગ લાગવાના ત્રણ બનાવ બન્યા છે. છાણી નજીક સાંકરદામાં સ્ક્રેપના ગોડાઉનમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. પૂઠા, કારબા અને પ્લાસ્ટિકના સ્ક્રેપમાં આગ લાગતાં ફાયર બ્રિગેડની બે ટીમોએ પરોઢિયે આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઉપરાંત, શહેરના અન્ય વિસ્તારોમાં ફર્નિચરના ગોડાઉનમાં અને એક કારમાં પણ આગ લાગી હતી, જેના કારણે ભારે નુકસાન થયું હતું.