મોડાસામાં જાણીતી બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ શુઝ-ચપ્પલ વેચતી બે દુકાનો પર પોલીસનો દરોડો
મોડાસામાં જાણીતી બ્રાન્ડેડ કંપનીના ડુપ્લીકેટ શુઝ-ચપ્પલ વેચતી બે દુકાનો પર પોલીસનો દરોડો
Published on: 25th June, 2026

અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં બ્રાન્ડેડ કંપનીના નામે ડુપ્લીકેટ શુઝ અને ચપ્પલનું ગેરકાયદેસર વેચાણ કરતા બે વેપારીઓ ઝડપાયા છે. ખાનગી રાહે મળેલી બાતમીના આધારે પોલીસે મોડાસાની બે અલગ-અલગ દુકાનો પર દરોડા પાડ્યા હતા. મી શુઝ નામની દુકાનમાંથી રૂ.1.70 લાખના 170 જોડી અને બુલેટ નામની દુકાનમાંથી રૂ.95,000ના 95 જોડી નકલી ફૂટવેર મળી આવ્યા હતા. પોલીસે કુલ રૂ.2,65,000નો મુદ્દામાલ કબજે કરી બંને વેપારીઓ વિરૂદ્ધ કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.