અમદાવાદના ખોખરામાં બંધ ફ્લેટમાંથી વૃદ્ધાની લાશ મળી
અમદાવાદના ખોખરા વિસ્તારમાં જીવનરક્ષા એપાર્ટમેન્ટના બંધ ફ્લેટમાંથી 60 વર્ષીય વૃદ્ધા લક્ષ્મીબેન ડાભીનો મૃતદેહ બેગમાં મળી આવ્યો છે. ફ્લેટમાંથી દુર્ગંધ આવતાં સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે FSLની મદદથી પુરાવા એકત્ર કરી વૃદ્ધાની હત્યાની આશંકા સાથે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
