રૂપાલ મંદિરે પરંપરાગત પલ્લી મેળામાં 20 કરોડથી વધુ ઘીનો અભિષેક થશે
ગાંધીનગર નજીક રૂપાલ ખાતે વરદાયિની માતાજી મંદિરમાં આજે પરંપરાગત પલ્લીનો મેળો યોજાશે. આ મેળો મહાભારત કાળથી ચાલી આવે છે. આ વર્ષે દસ લાખ ભક્તો ઉમટવાનો અંદાજ છે, જેના પર 20 કરોડથી વધુ રૂપિયાના ઘીનો અભિષેક થશે. તંત્ર દ્વારા 11 એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ, 500 પોલીસ જવાનો અને 4 મેડિકલ ટીમો સહિતની વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
