ખેલ મહાકુંભમાં રજિસ્ટ્રેશન વધારવા શાળાઓ પર દબાણ
ખેલ મહાકુંભમાં રજિસ્ટ્રેશન વધારવા શાળાઓ પર દબાણ
Published on: 19th September, 2026

આગામી ખેલ મહાકુંભમાં ગત વર્ષ કરતા વધુ ઓનલાઇન રજિસ્ટ્રેશનનો આંકડો દર્શાવવા માટે ગુજરાત સરકાર દ્વારા શાળાઓ અને શિક્ષકો પર દબાણ વધારવામાં આવ્યું છે. દરરોજ મોટી સંખ્યામાં ખેલાડીઓની નોંધણી કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે, જેના કારણે શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ આ કામગીરીમાં સક્રિય થયા છે. જોકે, રમત જગતના જાણકારોના મતે, વાસ્તવિક સ્થિતિ અલગ છે. ઘણી શાળાઓ ફક્ત રજિસ્ટ્રેશન પૂરતું જ વિદ્યાર્થીઓને નોંધે છે, પરંતુ તેઓ રમતમાં ભાગ લેતા નથી. આ કારણે, સ્પર્ધામાં ભાગ લેનારા ખેલાડીઓના સાચા આંકડા જાહેર થતા નથી.