પાટણમાં બાળકોએ જાતે બનાવી ઇકો-ફ્રેન્ડલી રાખડી
પાટણમાં બાળકોએ જાતે બનાવી ઇકો-ફ્રેન્ડલી રાખડી
Published on: 28th August, 2026

પાટણની ભગવતી ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલ (BIPS) ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી પ્રકૃતિ રક્ષાના સંદેશ સાથે કરવામાં આવી. આ વર્ષે ઉજવણીને પરંપરાગત ભાઈ-બહેનના પ્રેમ સાથે ભારતીય સંસ્કૃતિ, સ્વદેશી વિચારધારા અને પર્યાવરણ જતન જેવા મૂલ્યો સાથે જોડવામાં આવી. મુખ્ય આકર્ષણ વિદ્યાર્થીઓ દ્વારા જાતે તૈયાર કરાયેલી ‘ઇકો-ફ્રેન્ડલી’ રાખડીઓ રહી. બાળકોએ બજારની ચાઇનીઝ કે પ્લાસ્ટિકની રાખડીઓનો બહિષ્કાર કરીને કપાસ, પાંદડાં, ફૂલો અને રેશમી સુતર જેવી કુદરતી વસ્તુઓમાંથી રાખડીઓ બનાવી. બહેનોએ ભાઈઓને આ રાખડીઓ બાંધી અને ભાઈઓએ રક્ષણનું વચન આપ્યું.