મોડાસાના નવા ગામમાં દવા છાંટતાં ખેડૂતને ઝેરી જાનવરે દંશ માર્યો
મોડાસાના નવા ગામમાં દવા છાંટતાં ખેડૂતને ઝેરી જાનવરે દંશ માર્યો
Published on: 28th August, 2026

માલપુરના નવાગામમાં પટેલ મુકેશભાઈ ધુળાભાઈ (55) પોતાના મગફળીના પાકમાં દવા છંટકાવ કરી રહ્યા હતા. ત્યારે છૂપાયેલા ઝેરી જાનવરે તેમને અચાનક દંશ માર્યો. તેઓ બેભાન અવસ્થામાં હોવાથી તાત્કાલિક સ્થાનિક દવાખાને, ત્યારબાદ મોડાસા અને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડાયા. ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું. રક્ષાબંધન પર્વ ટાણે થયેલા આ દુર્ઘટનાથી પરિવારમાં શોકનો માતમ છવાયો હતો.