સુરેન્દ્રનગરમાં ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા રેલી.
સુરેન્દ્રનગરમાં ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા રેલી.
Published on: 08th May, 2026

સુરેન્દ્રનગરમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા ગાયને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવાની માંગ સાથે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. VHPના કાર્યકરો, સંતો અને મોટી સંખ્યામાં લોકો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. તેમણે કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું હતું. આવેદનપત્રમાં ગાયને રાષ્ટ્રીય માતા જાહેર કરવા ઉપરાંત ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરવામાં આવી હતી. VHP દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો ગાયને રાષ્ટ્રીય માતાનો દરજ્જો આપવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં રાજ્યભરમાં ઉગ્ર આંદોલનો શરૂ કરવામાં આવશે.