હિંમતનગરની ભોલેશ્વર જર્જરિત પાણીની ટાંકી, સ્થાનિકોમાં ભય.
હિંમતનગરની ભોલેશ્વર જર્જરિત પાણીની ટાંકી, સ્થાનિકોમાં ભય.
Published on: 08th May, 2026

હિંમતનગરના ભોલેશ્વરમાં જર્જરિત ઓવરહેડ ટાંકી જીવલેણ બની છે. કોંક્રિટ પિલ્લરો અને ઉપરના ભાગે પોપડા ઉખડી ગયા છે, જ્યાં ક્યાંક બાકોરા પણ પડ્યા છે. પાલિકાના વડાએ જણાવ્યું કે ટાંકીમાં પાણી નથી અને તેને ઉતારવા ટેન્ડરીંગ થઈ ગયું છે. મુખ્ય લાઈનો નીકળતી હોવાથી સાવચેતી રાખી એજન્સી સાથે વાતચીત થઈ ગઈ છે. ત્રણ-ચાર દિવસમાં ટાંકી ઉતારી લેવાશે, હાલમાં બાજુની ટાંકીથી પાણી વિતરણ થાય છે.