Airbnb બુકિંગના નામે વૃદ્ધ સાથે 9 લાખની ઓનલાઈન છેતરપિંડી
અમદાવાદના નવરંગપુરામાં રહેતા 75 વર્ષીય વૃદ્ધ દિવાળી વેકેશન માટે Airbnb પર રૂમ બુકિંગ કરતા સમયે સાયબર ક્રાઈમના ભોગ બન્યા છે. કસ્ટમર સપોર્ટ અને કાર્ડ વેરિફિકેશનના નામે હેકરે APK ફાઈલો ડાઉનલોડ કરાવી વૃદ્ધના મોબાઈલનો એક્સેસ મેળવી લીધો હતો. ત્યારબાદ, વૃદ્ધના બેંક ખાતામાંથી ઈ-મેઈલ આઈડી બદલી 17 ટ્રાન્ઝેક્શન દ્વારા કુલ 9,77,800 રૂપિયા ઉપાડી લીધા હતા. આ અંગે વૃદ્ધે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
