નેશનલ જિયોગ્રાફિકની 'બેસ્ટ ઑફ ધ વર્લ્ડ 2027' યાદીમાં જયપુરનો સમાવેશ
નેશનલ જિયોગ્રાફિકે 'બેસ્ટ ઑફ ધ વર્લ્ડ 2027' યાદીમાં વિશ્વના 25 શ્રેષ્ઠ પ્રવાસન સ્થળોમાં જયપુરનો સમાવેશ કર્યો છે. 2027માં જયપુર તેની સ્થાપનાના 300 વર્ષ પૂર્ણ કરશે. આ યાદીમાં જયપુર લિટરેચર ફેસ્ટિવલ, પતંગ મહોત્સવ, ગંગૌર ઉત્સવ, બ્લોક પ્રિન્ટિંગ, બ્લુ પોટરી અને મીનાકારી જેવી સાંસ્કૃતિક વિશેષતાઓનો ઉલ્લેખ કરાયો છે. જયપુરની સ્થાપના 1727માં મહારાજા સવાઈ જયસિંહ બીજાએ કરી હતી.
