ચોમાસાના નામે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટમાં રૂ. 76 લાખના વધુ ખર્ચની દરખાસ્ત!
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં માનીતા કોન્ટ્રાક્ટરોને લાભ આપવાની પ્રથા ચાલુ રહી હોવાના આક્ષેપો વચ્ચે, બીટુ ટ્રાવેલ્સના વાર્ષિક વાહન ઇજારામાં રૂ. 76 લાખનો વધારો કરવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ થઈ છે. ચોમાસાની કામગીરીનું કારણ દર્શાવી, ઓગસ્ટ 2026 સુધી ખર્ચ વધારવાની દરખાસ્ત ઓક્ટોબર 2026માં મંજૂરી માટે આવતાં વહીવટી પ્રક્રિયા પર સવાલો ઊભા થયા છે.
