વડોદરામાં સ્માર્ટ સિટીના દાવા છતાં પાણીની સમસ્યા
વડોદરા શહેરમાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અને સ્કાડા પાછળ કરોડો રૂપિયા ખર્ચાયા બાદ પણ પાણીની સમસ્યા યથાવત્ છે. અનેક વિસ્તારોમાં દૂષિત પાણી, ઓછા દબાણે પાણી અને અપૂરતા પાણીની ફરિયાદ છે. આ સમસ્યાના નિવારણ માટે, મ્યુનિસિપલ કોર્પોરેશન રૂ. 1.96 કરોડના ખર્ચે 9 હજાર લિટર ક્ષમતા ધરાવતા 8 નવા વોટર ટેન્કર ખરીદશે. આ ટેન્કર પાણી વિતરણ અને બગીચાઓમાં પાણી આપવા માટે ઉપયોગમાં લેવાશે.
