ઓલપાડના સરપંચ રૂચિકા પટેલ સસ્પેન્ડ
ઓલપાડના સરપંચ રૂચિકા પટેલ સસ્પેન્ડ
Published on: 10th October, 2026

સુરત જિલ્લાના ઓલપાડ ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ રૂચિકા પટેલ સામે નાણાકીય અનિયમિતતા અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો બાદ જિલ્લા વિકાસ અધિકારી (DDO) એ મોટી કાર્યવાહી કરી છે. ઉપસરપંચ સહિત 12 સભ્યોની ફરિયાદ બાદ તપાસમાં સામે આવ્યું કે સરપંચે પંચાયતની મંજૂરી વિના 21 કામોના ઠરાવ કરી માત્ર 16 દિવસમાં રૂ. 41 લાખનું ચુકવણું કરી દીધું હતું. આ પૈકી રૂ. 25 લાખના કામો કાગળ પર જ દર્શાવાયા હતા અને વાસ્તવિકતામાં થયા ન હતા. DDO ના હુકમ બાદ ઉપસરપંચ આનંદ કહારે સરપંચનો ચાર્જ સંભાળ્યો છે, જેનાથી ગ્રામ પંચાયત આલમમાં ખળભળાટ મચી ગયો છે.