ઠેબી ડેમમાં ડૂબતા યુવાનોનું સફળ રેસ્ક્યુ: ચોમાસા પૂર્વે કરાયેલ મોકડ્રીલ
ઠેબી ડેમમાં ડૂબતા યુવાનોનું સફળ રેસ્ક્યુ: ચોમાસા પૂર્વે કરાયેલ મોકડ્રીલ
Published on: 11th July, 2026

અમરેલીના ઠેબી ડેમ ખાતે ચોમાસાને ધ્યાનમાં રાખીને પૂર અને બચાવ કામગીરી અંગે એક વિશેષ મોકડ્રીલ યોજાઈ. આ કવાયતમાં વહીવટી તંત્રની સજ્જતા અને વિવિધ વિભાગો વચ્ચેના સંકલનની ચકાસણી કરાઈ. ડેમના પાણીમાં ડૂબતા યુવાનોની જાણ થતાં જ જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ સક્રિય થયું. NDRF સહિત તમામ સંબંધિત ટીમો ઘટના સ્થળે પહોંચી અને ડૂબી રહેલા યુવાનોનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું. આ મોકડ્રીલમાં NDRF, પોલીસ, પેરામેડિકલ સ્ટાફ અને સ્થાનિક આપદામિત્રો સહિત કુલ 52 અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો.