મહીસાગરમાં ₹73 લાખના ભાડાકરારના 13 દસ્તાવેજો જપ્ત
મહીસાગર જિલ્લામાં સ્ટેમ્પ ડ્યુટીની ચોરી અને નોંધણી નિયમોના પાલન અંગે નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણા દ્વારા વિશેષ તપાસ ઝુંબેશ હાથ ધરાઈ હતી. આ ઝુંબેશ દરમિયાન, લીમડીયા, લુણાવાડા-ગોધરા હાઇવે સહિતના વિસ્તારોમાં 70થી વધુ કોમર્શિયલ યુનિટ્સની તપાસ કરાઈ હતી. જેમાં ₹73.36 લાખની ભાડાકરારની રકમના 13 અસલ દસ્તાવેજો જપ્ત કરાયા છે, કારણ કે તેમાં સ્ટેમ્પ ડ્યુટીની ગંભીર અનિયમિતતાઓ અને નોંધણી ન કરાવી હોવાનું જણાયું હતું.
