અમદાવાદના સાબરમતીમાં 24 કોચની વંદે ભારત ટ્રેનનું મેજર રિપેરિંગ થશે
અમદાવાદના સાબરમતી ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડેપોમાં વંદે ભારત ટ્રેનોના મેઈન્ટેનન્સ માટે 307 કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક હબ વિકસાવવામાં આવી રહ્યું છે. આ સુવિધા પૂર્ણ થયા બાદ 24 કોચની વંદે ભારત ટ્રેનના નિર્ધારિત મેજર મેઈન્ટેનન્સની કામગીરી સાબરમતીમાં જ થઈ શકશે, જેનાથી અન્ય સ્થળો પર નિર્ભરતા ઘટશે. આ હબમાં હેવી રિપેર શેડ, વ્હીલ કેર શેડ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી રહી છે.
