પાણીની ટાંકીઓની સુરક્ષા અને મકરબા બ્રિજ ડિઝાઇન મુદ્દે AMCની બેઠકમાં ઉઠ્યા સવાલો
અમદાવાદના અસારવા વોટર ડિસ્ટ્રિબ્યુશન સેન્ટરની પાણીની ટાંકીમાંથી માનવ ખોપરી અને હાડકાં મળ્યા બાદ AMCની સંકલન સમિતિની બેઠકમાં ટાંકીઓની સુરક્ષાનો મુદ્દો ઉઠ્યો. ધારાસભ્યએ ટાંકીઓના સંચાલન માટે લાયકાત ધરાવતા કર્મચારીઓ અને સુરક્ષા માટે એક્સ આર્મીમેનની નિમણૂક કરવાની માગ કરી. મકરબા બ્રિજની ડિઝાઇન સામે પણ નારાજગી વ્યક્ત કરાઈ.
