અમદાવાદથી હવે સીધી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એક્સપ્રેસ શરૂ
અમદાવાદ સહિત ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે માતા વૈષ્ણોદેવીના દર્શન કરવાનું હવે વધુ સરળ બનશે. પશ્ચિમ રેલવે દ્વારા સાબરમતી-જમ્મુ તવી એક્સપ્રેસને શ્રી માતા વૈષ્ણોદેવી કટરા સુધી વિસ્તૃત કરવામાં આવી છે. આ નવી સુવિધા 18 ઓક્ટોબરથી શરૂ થશે, જે મુસાફરોને સીધી રેલ કનેક્ટિવિટી પૂરી પાડશે અને મુસાફરીને વધુ અનુકૂળ બનાવશે.
