બનાસકાંઠા-અરવલ્લીમાં અલગ-અલગ અકસ્માતમાં 6ના મોત
બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં થયેલા બે અલગ-અલગ ગંભીર અકસ્માતોમાં કુલ 6 લોકોના મોત થયા છે અને 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. બનાસકાંઠાના વડગામ નજીક કાર-રિક્ષાની ટક્કરમાં 3 લોકો મૃત્યુ પામ્યા, જ્યારે અરવલ્લીના ભિલોડા પાસે બે બાઈક વચ્ચેની ટક્કરમાં બાળકી સહિત 3 લોકોએ જીવ ગુમાવ્યા. ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
