બોડેલી રેલવે બ્રિજ પર ટ્રેનની અડફેટે માતા-પુત્રના કરૂણ મોત
બોડેલીમાં નર્મદા મુખ્ય કેનાલ પર આવેલા રેલવે બ્રિજ પર એક દુઃખદ ઘટના બની, જેમાં માતા અને પુત્રના ટ્રેનની અડફેટે મોત થયા. પુત્રનો પગ રેલવે ટ્રેકમાં ફસાઈ જતાં તેને બચાવવા ગયેલા માતા પણ ટ્રેનની ઝપેટમાં આવી ગયા. આ ગંભીર અકસ્માતમાં બંનેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
