મોરબીમાં અકસ્માતની બે ઘટનામાં ત્રણ લોકોએ ગુમાવ્યા જીવ!
મોરબી જિલ્લામાં બુધવારે અકસ્માતની બે ઘટનાઓમાં ત્રણ લોકોના મોત થયા છે અને 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે. મોરબી-હળવદ રોડ પર નીચી માંડલ ગામ પાસે ડમ્પર ચાલકે સિરામિક કારખાનામાં સફાઈ કરી રહેલા અમરતબેનને અડફેટે લેતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું. બીજી ઘટના નવલખી રોડ પર ટ્રક અને બોલેરો વચ્ચે થયેલા અકસ્માતમાં મહેન્દ્ર મોવેલ અને શંકર અજનાલ નામના બે યુવાનોના મોત થયા, જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે. સ્થાનિકો બિસ્માર રસ્તાઓને અકસ્માતો માટે જવાબદાર ગણાવી રહ્યા છે.
