અમરેલી ST બસ પોર્ટ પર રિક્ષાઓનો અડિંગો
અમરેલી ST બસ પોર્ટ પર રિક્ષાઓનો અડિંગો
Published on: 28th August, 2026

અમરેલી ST બસ પોર્ટના ગેટ પાસે ઓટો રિક્ષા ચાલકો દ્વારા આડેધડ પાર્કિંગ કરવામાં આવતા મુસાફરો અને વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. પ્રવેશદ્વાર નજીક મુખ્ય માર્ગનો મોટો હિસ્સો રિક્ષાઓથી રોકાઈ જતાં વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે. મુસાફરોને સામાન સાથે પસાર થવામાં મુશ્કેલી પડે છે અને વાહનચાલકોને પણ અવરજવર માટે પૂરતી જગ્યા મળતી નથી. તંત્ર દ્વારા યોગ્ય પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરી આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની તાતી જરૂર છે.