વડોદરામાં કંસારાવાડી અને માળી મહોલ્લામાં પાણીની ગંભીર સમસ્યા
વડોદરામાં કંસારાવાડી અને માળી મહોલ્લામાં પાણીની ગંભીર સમસ્યા
Published on: 10th September, 2026

વડોદરાના વોર્ડ નં. 13માં કંસારાવાડી અને માળી મહોલ્લા સહિતના વિસ્તારોમાં પાણીની વિકટ સમસ્યાથી ત્રસ્ત રહીશોએ ભાજપના કાઉન્સિલર શૈલેન્દ્રસિંહ ઠાકોરના ઘરે પહોંચી ભારે હોબાળો મચાવ્યો હતો. અનેક રજૂઆતો બાદ પણ પાણી ન મળતાં લોકોમાં ભારે રોષ હતો. છેલ્લા બે દિવસથી પાણીનું એક ટીપું પણ ન આવતાં ઘરવપરાશ સહિત અનેક મુશ્કેલીઓ સર્જાઈ હતી. ગટર ઉભરાવાની સમસ્યા અને તેનાથી ફેલાતી ગંદકી તેમજ આરોગ્ય પર તેની અસર અંગે પણ લોકોએ વ્યક્ત કરી હતી.