ડભોઇના સિતપુર ગામે ટ્રેક્ટરમાં બેસી શિવપૂજન કરવા પહોંચેલી બાળાઓ
ડભોઇના સિતપુર ગામે ટ્રેક્ટરમાં બેસી શિવપૂજન કરવા પહોંચેલી બાળાઓ
Published on: 28th July, 2026

ડભોઇ તાલુકાના સિતપુર ગામે શ્રી સિદ્ધનાથ મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર બાદ ભક્તો માટે ખુલ્લું મુકાયું હતું. ગૌરીવ્રતના પ્રારંભે, ભારે વરસાદને કારણે મંદિર પરિસર અને માર્ગો પર પાણી ભરાયા હતા. યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ ન હોવાથી રસ્તા જળમગ્ન બન્યા હતા. જેના કારણે, ગૌરી પૂજા કરવા જતી બાળાઓને ટ્રેક્ટરમાં બેસીને મંદિરે પહોંચવું પડ્યું હતું. આ પરિસ્થિતિથી ગામલોકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર પાસે પાણીના નિકાલની કાયમી વ્યવસ્થાની માંગ કરી રહ્યા છે.