પાટણની નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા બે યુવાન મિત્રો પાણીમાં ડૂબ્યા
પાટણની નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા બે યુવાન મિત્રો પાણીમાં ડૂબ્યા
Published on: 17th August, 2026

પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં કુરેજા નર્મદા કેનાલમાં રિક્ષા પાર્ક કરી ન્હાવા પડેલા બે યુવાનોના ડૂબી જવાની દુર્ઘટના બની છે. પોલીસ અને ફાયર બ્રિગેડની સંયુક્ત ટીમે શોધખોળ હાથ ધરી હતી, જેમાં એક યુવાન, ઠાકોર હરેશભાઇ શંકરભાઇ (ઉ.વ.27)નો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે. બીજો યુવાન, ઠાકોર સંજયભાઈ અમરસંગ (ઉ.વ.24)ની શોધખોળ હજુ પણ ચાલુ છે. બંને મિત્રો એકબીજાને બચાવવાના પ્રયાસમાં ડૂબી ગયા હતા. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.