પાટણમાં બાઈક સવારને બચાવવા જતા કાર ઝાડ સાથે અથડાઈ
પાટણમાં બાઈક સવારને બચાવવા જતા કાર ઝાડ સાથે અથડાઈ
Published on: 17th August, 2026

રાધનપુર તાલુકાના કોલ્હાપુર ગામ નજીક કારચાલકે બાઈક સવારને બચાવવા જતા સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો. જેના કારણે કાર રોડની બાજુમાં આવેલા વૃક્ષ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં કારમાં સવાર ચાર શિક્ષકો અને બાઈક સવારને ઈજાઓ થઈ હતી. પ્રાથમિક શાળાઓમાં ધ્વજવંદન કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ શિક્ષકો ભાભરથી રાધનપુર તરફ આવી રહ્યા હતા ત્યારે આ ઘટના બની. ઈજાગ્રસ્તોને સારવાર માટે રાધનપુર સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જેમાં એક શિક્ષિકાને વધુ ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં રીફર કરાયા.