અમદાવાદ નજીક સાંતેજ ગરબા મહોત્સવમાં તલવારબાજી
અમદાવાદ નજીક સાંતેજમાં રવિવારે રાત્રે 'મંડલી ગરબા' મહોત્સવમાં પાસ વગર પ્રવેશ મુદ્દે સિક્યોરિટી ગાર્ડ્સ અને યુવકોના જૂથ વચ્ચે ઉગ્ર બબાલ થઈ હતી. આ ઘટનામાં કેટલાક શખસો લાકડીઓ અને તલવારો લઈને મેદાનમાં ધસી આવતાં ખેલૈયાઓમાં નાસભાગ મચી ગઈ હતી. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે અને આયોજકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
