મહેસાણા RTO દ્વારા ગેરકાયદે વેચાણના 22 વાહનો ડીટેઈન
મહેસાણા RTO કચેરીએ અનધિકૃત ટુ-વ્હીલર વેચાણ સામે કડક કાર્યવાહી કરી 22 વાહનો ડીટેઈન કર્યા છે. આ સાથે, ટેક્સ ડિફોલ્ટર્સ સામેની ઝુંબેશમાં 1057 વાહનો ઓળખી કાઢ્યા છે. છેલ્લા 3 મહિનામાં 887 વાહનો પાસેથી 1.43 કરોડ રૂપિયા ટેક્સ વસૂલવામાં આવ્યો છે, જેમાં કોમર્શિયલ વાહનોના કિસ્સા વધુ છે. બાકી ટેક્સ ભરવામાં નહીં આવે તો વાહનો ડીટેઈન કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે.
