અમદાવાદમાં AI અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી નકલી ગરબા પાસ કૌભાંડ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલે નવરાત્રિ દરમિયાન ગરબા રસિકો સાથે ₹8 લાખની છેતરપિંડી કરનાર રાજસ્થાનના બે યુવકોની ધરપકડ કરી છે. આરોપીઓએ AI, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપનો ઉપયોગ કરીને 'અનંત બ્રહ્માંડ' ગરબા મહોત્સવના નકલી પાસ બનાવ્યા હતા. મેટા પર જાહેરાતો દ્વારા ગરબા શોખીનોને લલચાવી, 686 નકલી પાસ વેચી ઠગાઈ આચરી હતી.
