વડોદરાના ખંડેરાવ માર્કેટમાં રસ્તા પર ફૂલ બજાર
વડોદરા શહેરમાં ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પર છેલ્લા કેટલાક સમયથી મુખ્ય માર્ગની વચ્ચોવચ ફૂલોનું ગેરકાયદે બજાર ભરાઈ રહ્યું છે. આશરે 60 વેપારીઓ સવારે 9 વાગ્યા સુધી રસ્તા પર ફૂલોનું વેચાણ કરે છે, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાય છે અને વાહનચાલકોને હાલાકી પડે છે. કોર્પોરેશનની દબાણ શાખાની કામગીરી સામે સ્થાનિકોમાં નારાજગી છે, કારણ કે વડી કચેરીની આસપાસ પણ દબાણો યથાવત છે.
