મોરબીમાં વૃક્ષાે કાપવાના હીન પ્રયાસથી પર્યાવરણપ્રેમીઓમાં ભારે રોષ
મોરબીમાં વૃક્ષાે કાપવાના હીન પ્રયાસથી પર્યાવરણપ્રેમીઓમાં ભારે રોષ
Published on: 12th July, 2026

મોરબીમાં શહેરી વિકાસના નામે વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે, જેના પગલે પર્યાવરણપ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સામાકાંઠા વિસ્તારમાં વર્ષો જૂના વૃક્ષને આગ લગાડી નુકસાન પહોંચાડવાનો પ્રયાસ થયો હતો, પરંતુ સમયસર જાણ થતાં તેને બચાવી લેવાયું. પર્યાવરણપ્રેમીઓએ આ કૃત્યને ગંભીર ગણાવી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. આ વૃક્ષો પર્યાવરણનું સંતુલન જાળવવા અને પ્રદૂષણ ઘટાડવામાં મહત્વનો ભાગ ભજવે છે. મોરબી જેવા ઔદ્યોગિક શહેરમાં ગ્રીન બેલ્ટ વધારવાની જરૂરિયાત હોવા છતાં, આવા કૃત્યો અત્યંત ચિંતાજનક છે. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી તપાસની માંગ કરવામાં આવી છે.