ભાવનગર શહેર અને જિલ્લામાં ૨૫૦ થી વધુ સ્થળોએ નવરાત્રિ મહોત્સવની ભવ્ય તૈયારીઓ
ભાવનગર શહેર અને જિલ્લામાં ૨૫૦ થી વધુ સ્થળોએ નવરાત્રિ મહોત્સવની ભવ્ય તૈયારીઓ
Published on: 10th October, 2026

ભાવનગર શહેર અને જિલ્લામાં શક્તિની ઉપાસનાના પર્વ નવરાત્રિ મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. શહેર અને જિલ્લામાં અંદાજે ૨૫૦ થી વધુ સ્થળોએ પ્રાચીન અને અર્વાચીન ગરબીઓ તેમજ મંદિરોમાં દાંડીયારાસ અને ગરબાનું આયોજન કરાયું છે. સ્થાનિક બજારોમાં ચૂંદડી, ફૂલહાર, પ્રસાદ, મીઠાઈ, પૂજાપો, સીરીઝ અને વાજિંત્રો જેવી સામગ્રીઓની ખરીદી માટે ભીડ જોવા મળી રહી છે. ગરબા રસિકો ચણીયાચોળી અને ઘરેણાંની ખરીદી કરી રહ્યા છે, જ્યારે માઈભક્તો અન્ય જરૂરી ચીજવસ્તુઓની ખરીદીમાં વ્યસ્ત છે. આયોજકો અને માઈભક્તો દ્વારા મંદિરો અને ગરબી સ્થળોના સુશોભનને આખરી ઓપ અપાઈ રહ્યો છે.