સુરતમાં ખાડીપૂર: ૧ લાખથી વધુ પાઠ્યપુસ્તકો પલળ્યાં
સુરતમાં ખાડીપૂર: ૧ લાખથી વધુ પાઠ્યપુસ્તકો પલળ્યાં
Published on: 04th August, 2026

સુરતમાં છેલ્લા 25 દિવસમાં ત્રણ વખત આવેલા ખાડીપૂરથી હજારો પરિવારોને આર્થિક નુકસાન થયું છે. મીઠીખાડી વિસ્તારની ત્રણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓએ શિક્ષણ સમિતિને પત્ર લખી અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નવી શૈક્ષણિક સામગ્રી આપવાની માંગ કરી છે. પાણીમાં પાઠ્યપુસ્તકો, યુનિફોર્મ, બુટ-મોજાં અને સ્ટેશનરી કીટ બગડી જતાં વિદ્યાર્થીઓનું ભણતર અટક્યું છે. રાજ્ય સરકારને 1,01,200 નવા પાઠ્યપુસ્તકો ઉપલબ્ધ કરાવવા માટે 1 ઓગસ્ટે પત્ર મોકલાયો છે. આગામી બે-ત્રણ દિવસમાં પુસ્તકો મળવાની આશા છે.