ઓખા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ સુરક્ષા માટે સઘન કોસ્ટલ પેટ્રોલીંગ
ઓખા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ સુરક્ષા માટે સઘન કોસ્ટલ પેટ્રોલીંગ
Published on: 04th August, 2026

ગુજરાતના દરિયાકિનારા અને જમીની વિસ્તારોની સુરક્ષા મજબૂત કરવા, દેવભૂમી દ્વારકાના ઓખા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા દરિયાઈ વિસ્તારોમાં સઘન કોસ્ટલ પેટ્રોલીંગ હાથ ધરાયું. DySP અને મરીન કમાન્ડોઝની ટીમે ઓખા મંડળથી ખંભાળિયા તાલુકા સુધીના સંવેદનશીલ વિસ્તારોમાં આ કામગીરી કરી. ખોડિયાર મંદિર, નેવી જેટી, બેટ દ્વારકા, રૂપેણ બંદર, વાડીનાર અને સલાયા જેવા સ્થળોએ કોઈપણ ઘૂસણખોરી કે ગેરકાયદે પ્રવૃત્તિઓ રોકવા પર ભાર મૂકાયો.