મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
લખપતમાં ચાર્જિંગમાં મૂકેલો મોબાઇલ ફાટતાં શિક્ષકનું મોત
ગુજરાત સમાચાર આજે મારું ગુજરાત

લખપતમાં ચાર્જિંગમાં મૂકેલો મોબાઇલ ફાટતાં શિક્ષકનું મોત

પશ્ચિમ કચ્છના લખપત તાલુકાના પીપર ગામમાં પ્રાથમિક શાળાના શિક્ષક રાહુલભાઈ શરદભાઈ વાઘેલા (35)નું ચાર્જિંગમાં મૂકેલો મોબાઇલ ફાટતાં આગ લાગવાથી ગંભીર રીતે દાઝી જતાં સારવાર દરમિયાન મોત થયું. ખેડા જિલ્લાના વતની રાહુલભાઈ એક વર્ષથી પીપર ગામમાં પરિવાર સાથે રહેતા હતા. મધરાત્રિના સમયે બનેલી આ ઘટનામાં તેઓ દાઝી જતાં ભુજની હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેમનું નિધન થયું. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર