કીર્તિદાન ગઢવીના ગરબામાં AC ડોમ તૂટતા ટિકિટ રિફંડનો વિવાદ
કીર્તિદાન ગઢવીના ગરબામાં AC ડોમ તૂટતા ટિકિટ રિફંડનો વિવાદ
Published on: 13th October, 2026

અમદાવાદના ગોપાલ ફાર્મ ખાતે કીર્તિદાન ગઢવીના ગરબામાં AC ડોમ ધરાશાયી થતાં આયોજકોએ ખુલ્લામાં ગરબા યોજવાની જાહેરાત કરી અને ટિકિટના દર અડધા કર્યા. મોટાભાગના ખેલૈયાઓએ અગાઉ ₹2000 પ્રતિદિનના ભાવે ટિકિટ ખરીદી હતી. હવે અડધા ભાવે ટિકિટ મળતાં, બમણાં પૈસા ચૂકવનારાઓએ રિફંડની માંગણી કરી છે, પરંતુ આયોજકોએ ઇનકાર કરતાં વિવાદ સર્જાયો છે.