અમદાવાદ: 1.18 કરોડની છેતરપિંડી, Styrun Health Careના સંચાલક સાથે 10% ભાગીદારીની લાલચ આપી ચાર શખસો સામે ફરિયાદ
અમદાવાદ: 1.18 કરોડની છેતરપિંડી, Styrun Health Careના સંચાલક સાથે 10% ભાગીદારીની લાલચ આપી ચાર શખસો સામે ફરિયાદ
Published on: 13th October, 2026

અમદાવાદના જુહાપુરામાં રહેતા રેસ્ટોરાં સંચાલક કાસમઅલી ખરોડિયા સાથે Styrun Health Care પેઢીને પ્રાઇવેટ લિમિટેડ કંપની બનાવવાના બહાને ચાર શખસોએ 1.18 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી છે. આરોપીઓએ 10% ભાગીદારી અને 2% નફાની લાલચ આપી કાસમઅલી અને તેમના મિત્ર પાસેથી કુલ 1.18 કરોડ રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. બાદમાં ઓડિટના બહાને કોરા ચેક મેળવી રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા અને નફો કે મૂળ રકમ પરત ન કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.