દેવભૂમિ દ્વારકા: ભાડથર બેઠક પર AAPના વીરૂભાઈ કંડોરીયાનો 3,651 મતોથી ભવ્ય વિજય
દેવભૂમિ દ્વારકા: ભાડથર બેઠક પર AAPના વીરૂભાઈ કંડોરીયાનો 3,651 મતોથી ભવ્ય વિજય
Published on: 13th October, 2026

દેવભૂમિ દ્વારકા જિલ્લાની ભાડથર જિલ્લા પંચાયત બેઠકની પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર વીરૂભાઈ કંડોરીયાએ 3,651 મતોના મોટા માર્જિનથી ભવ્ય જીત મેળવી છે. સાતેય રાઉન્ડની મતગણતરી બાદ AAPના ઉમેદવાર વીરૂભાઈ કંડોરીયાએ પોતાના પ્રતિસ્પર્ધીઓ સામે મજબૂત સરસાઈ જાળવી રાખી હતી. આ જીત બાદ AAP કાર્યકરોમાં ખુશીનો માહોલ છે અને સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે.