અમદાવાદ સહિત 6 શહેરોમાં 29 સ્થળે EDના દરોડા
અમદાવાદ સહિત ગુજરાતના 6 શહેરોમાં EDએ 29 સ્થળો પર દરોડા પાડ્યા છે. મુંબઈ ઝોનલ ઓફિસ-1 દ્વારા બે મુખ્ય લિસ્ટેડ કંપનીઓ મેસર્સ આર એમ ડ્રિપ એન્ડ સ્પ્રિંકલર્સ સિસ્ટમ્સ લિમિટેડ અને મેસર્સ આરએન્ડબી ડેનિમ્સ લિમિટેડના શેર વ્યવહારોની તપાસમાં આ કાર્યવાહી કરાઈ. આ કંપનીઓએ એપ્રિલ 2023થી માર્ચ 2024 દરમિયાન પસંદગીની વ્યક્તિઓને 3.5 કરોડથી વધુ શેર ઈશ્યૂ કર્યા હતા. EDએ આશરે રૂ.200 કરોડના ટ્રેડિંગ એકાઉન્ટ્સ ફ્રીઝ કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે.
