સુરતમાં 4 રાજ્યોમાં 100 ઘરફોડ ચોરી કરનાર જીમી ઝડપાયો, પોલીસે 18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો.
સુરતમાં 4 રાજ્યોમાં 100 ઘરફોડ ચોરી કરનાર જીમી ઝડપાયો, પોલીસે 18 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો.
Published on: 05th March, 2026

સુરત LCBને મોટી સફળતા મળી; જીમી નામના રીઢા ચોરની ધરપકડ, જેણે ગુજરાત સહિત ચાર રાજ્યોમાં 100થી વધુ ચોરીઓ કરી હતી. આરોપી પાસેથી 18.82 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. દીપક શર્મા બાઈક પર રેકી કરતો, અને તક મળતા જ ઘરમાં ચોરી કરતો હતો. આરોપીએ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, રાજસ્થાન, અને હરિયાણામાં પણ ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી છે. પોલીસે આરોપી પાસેથી સોનાના કોઈન, રોકડ રકમ અને બાઈક જપ્ત કર્યા છે.