નવરાત્રિમાં જૂનાગઢમાં ઓક્સિડાઇઝ્ડ જ્વેલરી અને પૂજા સામગ્રીની ભારે માંગ
નવરાત્રિમાં જૂનાગઢમાં ઓક્સિડાઇઝ્ડ જ્વેલરી અને પૂજા સામગ્રીની ભારે માંગ
Published on: 11th October, 2026

જૂનાગઢમાં નવરાત્રિના શુભારંભ સાથે માંગનાથ બજાર અને હવેલી ગલી જેવા મુખ્ય વિસ્તારોમાં ઉત્સાહનો માહોલ છે. માતાજીના પૂજન-અર્ચના માટે માટીના ગરબા, ચૂંદડી, ધૂપ-અગરબત્તી અને પૂજા સામગ્રીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે. ખાસ કરીને, ખેલૈયાઓમાં ઓક્સિડાઇઝ્ડ જ્વેલરી, જેમ કે કાના સેટ, હાર અને ટીકાની ભારે માંગ જોવા મળી રહી છે. ગરબા રૂ. 40 થી 400, ચૂંદડી રૂ. 50 થી 250, સ્થાપન સામગ્રી રૂ. 10 થી 150 અને દાંડિયા રૂ. 30 થી શરૂ થઈ રહ્યા છે.