મોરબી નજીક કારખાનામાં માટીના ઢગમાં પડી જતાં 9 વર્ષની બાળકી સહિત ત્રણના મોત
મોરબી નજીક કારખાનામાં માટીના ઢગમાં પડી જતાં 9 વર્ષની બાળકી સહિત ત્રણના મોત
Published on: 11th October, 2026

મોરબી તાલુકામાં ત્રણ અલગ-અલગ અકસ્માતોમાં ત્રણ લોકોના મોત થયા છે. બેલા-રંગપર નજીક સિરામિક કારખાના પાસે માટીના ઢગલામાં પડી જતાં 9 વર્ષની બાળકી મુસ્કાનનું મૃત્યુ થયું. જાંબુડિયા ગામે કારખાનામાં લોડરની હડફેટે ત્રણ વર્ષના બાળક નિવિયાનનું મોત થયું. જ્યારે મોરબી નજીક કેનાલના પાણીમાં ડૂબી જતાં નેપાળના 35 વર્ષીય યુવાન ચંદ્ર મનસિંગ તિરુવાનું મોત નીપજ્યું. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.