વડોદરામાં વિદેશી ડેલિગેશનના આગમન પહેલાં પાલિકાના સંકલનનો અભાવ
વડોદરામાં વિદેશી ડેલિગેશનના આગમન પહેલાં પાલિકાના સંકલનનો અભાવ
Published on: 11th October, 2026

વડોદરામાં સુરસાગર તળાવની મુલાકાતે આવેલા 30થી વધુ વિદેશી ડેલિગેશનના આગમન દરમિયાન પાલિકા તંત્રના સંકલનના અભાવે અધિકારીઓ અને પદાધિકારીઓ વચ્ચે અણબનાવ સર્જાયો હતો. વિધાનસભા દંડક અને મેયર સહિતના પદાધિકારીઓને 11.30 વાગ્યે બોલાવ્યા બાદ બપોરે 1.30 વાગ્યે ડેલિગેશન આવશે તેવી જાણ કરાતા તેઓ પરત ફર્યા હતા. આ ઉપરાંત, વિદેશી મહેમાનો આવવાના હોવા છતાં સુરસાગરમાં મરેલી માછલીઓ અને ગંદકી જોવા મળતાં તંત્રની બેદરકારી સામે આવી હતી.